હું ને મારી વાતો...
આજે હું મારા વિશે કંઈક કહેવા માગું છું. મારી જાતને સારી બતાવવા નઈ પણ બસ આજે મનમાં ભરેલું ઘણું છે. એમાંથી એક વાત કહેવી છે....
..હું ખૂબ જ નાની હતી ત્યારની વાત છે....મને કુટુમ્બના એક વડિલ મંદબુધ્ધિ કહેતા.... પહેલા તો સમજ નતી પડતી પણ એ આન્ટીથી હું બહુ જ ડરતી... નજીકના સંબંધી હતા એટલે મારા ઘરનું કોઈ એમને કંઈ કહી શકતું નઈ હું જ્યારે ધીમે ધીમે 4,5 ધોરણ માં આવી પછી મંદબુધ્ધિ નો અર્થ સમજાવા લાગ્યો....પછી એમના ઘરે જવાનું થતું ત્યારે હું એમના ઘરનું પાણી પણ ના લેતી મારો ભાઈ મારા થી પાંચ વર્ષ નાનો એટલે એના વખાણ એ કરતા પણ બધા વચ્ચે મને તો એ જ વાક્યથી સંબોધતા એ વાક્ય એ મારા પર બહું જ ખરાબ અસર કરેલી હું ઘરનાને કહેતી તો એ એવું કહેતા કે એ તો બોલે મોટા છે આપડે નઈ સાંભળવાનું....એક દિવસ ઉત્તરાયણમાં એમની ઘરે ગયાં હું પાંચમાં ધોરણમાં હતી મને હજી યાદ છે..... મારા પપ્પા એ મને અને મારા ભાઈને ફૂગ્ગા લઈ આપ્યા ....એ સંબંધીએ બધા વચ્ચે મને ઉતારી પાડી... આવડી મોટી ઢાઢી થઈ નાના છોકરાના ફૂગ્ગા રમે છે......આની મારા મનમાં બહુ જ ખરાબ છાપ પડી હું એકલી એકલી બહુ જ રડતી પણ કંઈ બોલાતું નઈ મારા થી હું આજે પણ એમનું ઘર જવાનું હોય તો ટાળુ છું છેલ્લે ક્યાંરે ગઈતી યાદ નથી.... આજે હું કોઈ નો વિરોધ બને ત્યાં સુધી નથી કરી શકતી સામે તો બોલવું પડે તો કેટલીએ હિંમત કરવી પડે છે પણ સહન થાય ત્યાં સુધી હું નથી જ બોલી શકતી...... પણ જો તમારા બાળક સાથે ઘરનું કે બહારનું કોઈ આવુ કરે તો એને એ વાત નો વિરોધ કરતા શિખવ જો.....મોટા સામે બોલવુ એ આપડા સંસ્કાર નથી..... પણ આપડુ બાળક પોતાના સ્વમાન નું રક્ષણ કરવા જો બોલે તો મને નથી લાગતું કે કંઈ ખોટું છે.............