=====સમાજ એટલે શું???=====

સમાજ“ એટલે એક પરિવાર, જેમાં એકબીજાના સુખ-દુ:ખનું ધ્યાન રાખવામાં આવે છે, પણ આજકાલ આ સમાજની વ્યાખ્યા જ કંઇક અલગ બની ગઈ છે. આજકાલનો સમાજ એટલે મુખોટો પેહરીને બેઠેલો એક પરિવાર. આજકાલ સમાજના લોકો એકબીજાના જ દુશ્મન છે પણ, પીઠ પાછળ. એક સમાજ બનાવવામાં આવે એટલા માટે કે લોકો એકબીજાના સુખ-દુ:ખમાં ભાગીદાર બને પરંતુ આજકાલ આ જ સમાજ લોકોના દુ:ખનું કારણ બને છે, અને સુખ છીનવા માટે અલગ-અલગ પેંતરા અપનાવાનારું, એકબીજાને નીચું બતાવવા માટે કોઈ પણ મોકો ના છોડનાર એ આજના સમાજના લોકો.

      સમયની સાથે પરિવર્તનને અપનાવનાર એ “સમાજ”. પરંતુ આજના સમાજને કોઈ પણ પરિવર્તન અપનાવવું જ નથી , માત્ર જુના રીતી-રીવાજોને પકડીને બેસવું છે. સમાજ માટે રીતી-રીવાજ એટલા મહત્વના હોઈ છે કે તેઓ એના માટે કંઈપણ કરી શકે છે…કંઈપણ મતલબ કંઈપણ . સમાજના મોટા-મોટા લોકો ,જેમકે બુજુર્ગોનો ડર લોકોના મનમાં એટલો હોય છે કે જાણે કે જંગલમાં સિંહ. એવા લોકો એમના જ સમયમાં જીવવા ઇચ્છતા હોઈ છે ,તેઓ ક્યારેય પણ આજના બાળકોની માનસિકતાને સમજવાની કોશિશ સુધ્ધાં પણ કરતા નથી ને આખરે બનાવે છે આ સમાજને બનાવે છે એવો ખોખલો જે ભૂતકાળ ને અનુસરે અને ભવિષ્યનું ગળું દબાવે .

      સમાજ આજના પરિવર્તનને અપનાવતું તો નથી જ પરંતુ પરિવર્તન લાવવાની કોશીશ કરનારને પણ કચડી નાખે છે. આ સમાજની માનસિકતા શા માટે , ક્યા કારણથી આવી છે? એમાં પરિવર્તન લાવવા માટે એક માણસ આગળ આવે તો લાખો લોકો એને ખેંચીને નીચે લાવવા માટે તૈયાર જ હોઈ છે. શું આ સમાજ પરિવર્તનથી ડરે છે? કે એમ સમજે છે કે જીવનમાં પરિવર્તન જરૂરી જ નથી? આજના બાળકોની માનસિકતાને બાળપણથી જ બાંધી રાખવામાં આવે છે ,એમને એ જ ભૂતકાળને અનુસરવા માટે મજબુર કરવામાં આવે છે, શા માટે? શા માટે બાળકને એની મરજી અનુસારની ઉડાન ભરવા દેવામાં આવતી નથી? શા માટે એને પાંજરામાં કેદ કરેલા પંખીની માફક રાખવામાં આવે છે? શા માટે…?

      સમાજમાં ઘણા એવા લોકો છે જે આ બાબતે જાગૃત છે પરંતુ એ એમની જાગૃતતાને સમાજ સામે નથી લાવી શકતા. એ એમની જાગૃતતાને સુવડાવીને રાખે છે. નસીબે, જો એમની જાગૃતતાને સાધારણ જીવનમાં અપનાવે તો એના બદલામાં એમને ઘણું સહન કરવું પડે છે. આવા જાગૃત માણસોને દબાવીને આ સમાજ સાબિત શું કરવા માંગે છે?       

      સમાજમાં એક દીકરીને લક્ષ્મીનું સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ શા માટે આ સાક્ષાત લક્ષ્મી પાસેથી લક્ષ્મીની(પૈસાની) માંગણી કરવામાં આવે છે? શા માટે દીકરીને નામે દહેજ લેવા-દેવામાં આવે છે? એક માં-બાપ જેમને એમની એક જુવાન દીકરીને દાનમાં આપી દીધી, એ આ સમાજ ના લોકો ને કેમ નથી દેખાતું? શા માટે લોકો એક જીવતા માણસ કરતા પૈસાને વધુ મહત્વ આપે છે? શા માટે લોકોની નજરમાં દીકરી એટલે બસ પૈસા લાવવાનું મશીન જાણે કે ATM.આ જ રીતે આ સમાજના લોકો દીકરીના પરિવાર પાસેથી પૈસા હેડ્ફ્વ્યા કરે અને પછી લોકો દીકરીને બોજ માન્યા કરે .દીકરીના પરિવાર પાસેથી પૈસા હેડ્ફ્તો આ સમાજ કઈ રીતે એક દીકરીને લક્ષ્મી કહી શકે-જે એના પરીવાર માટે દુ:ખનું કારણ બને છે.આ જ રીતે જો દહેજનું પ્રકરણ ચાલ્યા કરે તો ગરીબ અને માધ્યમ વર્ગીય લોકો કેવી રીતે દીકરીને જન્મ આપે . અને પછી પાછળથી આવા જ લોકો  “દીકરી બચાવો” ના પોસ્ટર લઈને ઉભા રહે છે શું વિચાર કરીને? બસ,આ જ આપણો સમાજ છે જેમને વહુ તો જોઈએ છે પરંતુ દીકરી નહિ….કારણ કે દીકરી તો ઘર ખાલી કરીને જશે અને વહુ તો ઘર ને નવી વસ્તુઓથી સજાવી દેશે…..પરંતુ આ રીત બનાવી કોણે કે દીકરીને એના લગ્નમાં દહેજ આપવાનું ?  આ સમાજે જ બનાવી આ રીત ….તો શા માટે આ સમાજ આ રીતને નથી બદલતો? જો આ રીતને જડમૂળ માંથી કાઢી નાખવામાં આવશે તો ખરેખર આ દીકરી લક્ષ્મી જ છે.

      સમાજને એકતાનું પ્રતીક કેહવામાં આવે છે, જ્યાં લોકો એકબીજા સાથે પ્રેમથી બંધાયેલા હોય છે.પરંતુ અહિંયા તો લોકોને એકબીજા સાથે બાંધીને રાખવામાં આવે છે પણ રીતી-રીવાજોથી નહી કે પ્રેમથી. એ જ  આ સમાજનો ઉદેશ્ય હોય છે કે લોકો બને એટલું આ રીતી-રીવાજોને અનુસરે- જેનાથી કોઈ પોતાની ‘મરજીનું’ કરી ના શકે. લોકોને બાંધનાર બીજું કોઈ નહી આપને ખુદ જ હોઈએ છીએ..આપના જ રૂઢીચુસ્ત વિચાર આપણને અને આપની આસપાસના લોકોને બાંધીને રાખે છે. 'માટે બદલાવની શરૂઆત આપણે આપણાથી જ કરવી પડશે.' કેટલા એવા રૂઢીચુસ્ત રીવાજો છે જ્યાં, રિવાજના નામે લોકોની મરજીનું, લોકોના વિચારનું કત્લ કરી નાખવામાં આવે છે. શા માટે આ કત્લ કરવા બદલ એમને સજા આપવામાં આવતી નથી? ઊલટાની સજા તો એમને મળે છે જેમણે હિંમતથી આ રિવાજોનું બંધન તોડીને ઉડવાની કોશિશ કરી હોય છે.

      પરંતુ, આપણા આ સમાજમાં હજુ એવી સારી વાત છે કે આ સમાજમાં રેહવા છતાં આજના આ બાળકો પર આ સમાજના રૂઢીચુસ્ત વિચારોની કોઈ જ અસર નથી. આજના બાળકો સક્ષમ છે એક એવો સમાજ બનાવવા માટે જ્યાં રૂઢીચુસ્ત વિચારોને કોઈ જ સ્થાન નથી. આજના બાળકો સક્ષમ છે એક એવી ઉડાન ભરવા જ્યાં લોકો એકતા અને દિલથી બંધાયેલા હોય ના કે રૂઢીચુસ્ત વિચારોથી.

  શું કહો છો મિત્રો? 
તમે ઉડાન ભરવા દેશો કે નહિં? નવી પેઢી ને?? કે બસ જેવું જીવ્યા છો એમાં જ ખુશ રહેશો??

Gujarati Quotes by Kamlesh : 111023812
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now