થોડા દિવસ પહેલા થયેલ સ્વઅનુભવ
સરસ મજાના વરસાદી વાતાવરણમાં જૂનાગઢની ગિરનાર તળેટી જવાનું મન થતાં એક ઓટો રીક્ષા પકડી, થોડે આગળ જ જતાં મારી સિવાયના એક સાચુકલા જિંદગીથી કંટાળીને 'બાવા' થઈ ગયેલા બાબા બાજુમાં આવીને બેસ્યા....
થોડી વાર પછી, બંડી માંથી એક ચારભાઈ બીડીની જુડી કાઢી અને સળગાવી, પાછો મને વિવેક ય કર્યો કે
'તમેય સળગાવો ને ?'
મેં મારી Typical Gentle Smile સાથે એમની સામે જોયું અને તે જ સમયે એક બ્રહ્મજ્ઞાન થયું
'તમારા Louis Philippe Shirt ના ખિસ્સામાં રહેલી પાર્કર પેન, કે Wrangler Denim Jeans with Crocodile leather belt, હાથના કાંડામાં રહેલી Casio wrist watch કે પગમાં પહેરેલા Skechers Sports Shoes થી આ દુનિયાને કાંઈ ફરક પડતો નથી......'
બ્રહ્મજ્ઞાન પછી તરતની અવસ્થામાં મેં મારી જાતને સાંભળી અને Typical દેશી લહેજામાં જ કીધું
'બીડી તો નય ફાવે, ગાંજાની ચલમ હોય તો કયો.....'