આપણે કર્તા ન હોવા છતાં કાર્ય કારણના સબંધના નિમિત્ત હોઇએ એવી લાગણી ભયંકર હોય છે, તમારો આખો આનંદ હણાય જાય છે. જાણે તમે અસહાય ને લાચાર ન હોય! નિમિત્ત બનવું એ સારું પણ નિમિત્તના આભાસ નું કર્તા બનવું અસહ્ય હોય છે. અર્થો ને અનર્થોની વિટંબણા પ્રાણી માત્રને રહેવાની જ છે. અસાર સંસાર નો સાર જ આ છે.