તારા મનની વાત ... ભાગ -14
અદિતી સાવ બદલાઈ ગઈ હતી. સરખુ હસી સકતી ના તો રડી શકતી હતી. અર્જીતને મળે વાત કરે દસ દિવસ થઇ ગયા હતા. ઘરમાંથી સતત ધમકીઓ મળતી કે હવે તે અર્જીતને મળશે તો અર્જીતને મારવામાં આવશે . અદિતી નું જીવન રસ વગરનું ગાંડા જેવું થઈ ગયું હતું . રાત દિવસ રોઈ રોઈને એની આંખો લાલ થઈ ગઈ હતી .
આ બાજુ અર્જીત નસ કાપવા ચપ્પૂ લઈને ફરતો હતો જો અદિતી બદલાઈ ગઈ હશે તો પોતે મરી જશે .તેણે કૉલૅજના ઘણા ધક્કા ખાધા પણ અદિતી મળી નહીં એટલે તેણે મોહિની સાથે વાત કરવાનું વિચાર્યુ. મોહિની ના કૉલૅજ આવતા જ અર્જીતે મોહિનીને રોકી , મોહિની એ બધી વાત અર્જીત ને કહી.
બીજા દિવસે અર્જીત અદિતી માટે નવો ફોન લઈ આવ્યો .મોહિનીની મદદ થી બન્ને એ વાત કરી.
' અદિતી .....' અર્જીતે રડ મશ અવાજે કીધું .
' હમ્મ્મ્મમ' અદિતી ને તો ડૂમો ભરાઈ ગયો.
બન્ને થોડી વાર રડયા પછી સ્વસ્થ થયા .
'આદુ તું મારી સાથે લગ્ન કરીશ.. હું તારા વગર મરી જઈશ ... તને ખબર છે છેલ્લા દસ દિવસ મારી હાલત કેવી હતી'
' ખબર છે, પણ હવે હું તને છોડી કયાંય નઈ જાઉં ભલે મરવું પડે !'