એક વખત રાધા અને માધવ વચ્ચે વ્હાલો ઝઘડો થયો.રાધાએ માધવ ને કહ્યું મારું તમારાં પ્રત્યે નું બલીદાન અને પ્રેમ બધા સદીઓ સુધી યાદ કરશે.રાધા નું અભિમાન ઓગાળવા માધવે ફરી એમને છંછેડ્યા.અને એમ કહ્યું કે સામાન્ય સ્ત્રીઓ પણ પોતાનાં પતિ માટે તમારી જેમ જ જીવે છે.અને વિધવા સ્ત્રીઓ એમનાં પતિ નાં વિરહ માં જીવે જ છે.....તમેં શું નવું કર્યુ હું વૃજ છોડી ને ગયો હતો.દુનીયા છોડી ને નહીં..અને દ્વારીકા માં હું કુશળમંગળ છું એવા નિયમિત સંદેશા તમનેં મળતાં જ હતાં તો પછી વિરહ કેવો ને વાત કેવી?રાધારાણી ને હવે બહું જ ગુસ્સો આવ્યો માધવ પર.....એમણે....એમને સંભળાવી જ દીધું.....કળિયુગ માં હું એકલી જ આ ધરતી પર અવતરીશ.તમારે મારી સાથે આવવાની કોઈ જ જરુર નથી.બીજા પુરુષ સાથે લગ્ન પણ કરીશ પણ ભક્તિ તો તમારી જ કરીશ અને સમગ્ર સૃષ્ટી પર તેનો પ્રચાર પણ હું એકલી જ કરીશ. પછી તો તમેં માનશો ને મનેં.કળિયુગ માં રાધા નો આ અવતાર એટલે મીરાં.અને મીરાં અવતાર માં રાધારાણી એ એમનું વચન બરાબર નિભાવી માધવ નાં માન ને એ હણી ને જ રહ્યા.....મીસ.મીરાં.