કાકાએ એપોલો હોસ્પિટલ ના એક મોટા ડૉક્ટર ને ફોન કર્યો.
કાકા:- સાહેબ... વોર્ડ-નંબર 5 માં જ્યંતિકાકા દાખલ છે એની તબિયત હવે કેવીક છે..?
ડૉક્ટર:- હવે તબિયત માં ઘણો સુધારો લાગે છે,બ્લડપ્રેસર નોર્મલ થય ગયુ છે અને હવે તો સુગર પણ ઘટી ગયુ છે, જમવાની પણ બધી છૂટ આપી છે, લગભગ એક-બે દીવસ મા રજા આપી દેશુ...
પણ તમે કોણ એનાં સંબંધી છો ?
કાકા:- ના હુ પોતે જ જ્યંતિકાકા બોલું છું....નવરીનાવ મને તો તમે કાય કેતા જ નથી... કે હવે મને કેમ છે... એટલે મારે જ ફોન કરવો પડ્યો...