નથી કંઠસ્થ મને એ દરેક કવિતા કે પંક્તિ જે બસ તને અનુસરીને રચાણી છે
ક્યારેક તું મને ખુશહાલ કરી દે તો...કોઈ વાર બેહાલ
તારી છવિ જોઈને ક્યારેક ખુશી થી પાગલ થઈ જવાય તો ક્યારેક તું મને બેબાકળી કરી દે છે તારા વિયોગ માં..
ક્યારેક અનંત ક્ષિતિજો ના અંતર કાપ્યા પછી પણ તું મને ભૂલાતો નથી..
ને ક્યારેક લાગણી રૂપી મોજા ઓના વહેણ માં પળેપળ પામ્યા પછી પણ તરસી રાખે છે !!!!
નથી ગમતા કોઈ સાત શણગાર..કારણ મને તો તારા પ્રેમ માં જોગણ થઈ ને બહુ જ રહેવું ગમે.. !
રાધા કે રુક્મિણી કરતાં ઓ માધવ હું તો તારી મીરા બનીને ખુશ છું..
-Hina Modha..