આસિફા.. નિર્ભયા કાંડ નું પુનરાવર્તન શા માટે ?
૨૦૧૨ નો નિર્ભયા કાંડ હોય કે પછી ૨૦૧૮ નો આસિફા કાંડ હોય ઉપરોક્ત પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પુરા સમાજ અને પુરા દેશ પર પ્રશ્નાર્થચિન્હ ઉભો કરે છે.
ક્યાંક ને ક્યાંક દેશની ન્યાય પ્રણાલી અને સરકારના દ્રષ્ટિકોણ પર પણ સવાલ ઉભો થાય છે તે પછી ભાજપ હોય કે કોંગ્રેસ તે પછી ની વાત છે. આપણે બધા જાણીએ છીએ કે ભુલ માંથી શીખ લેવી જરૂરી છે; નિર્ભયા કાંડ બાદ જો એક કડક કાયદો બન્યો હોત કે ફાંસીની સજાથી નીચે કોઈ સજા મંજુર નહિ તો ક્યાંક આવું પુનરાવર્તન ન થયું હોત.
બીજા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક હું અને આપણે બધાં સમાજ ના તમામ જવાબદાર નાગરિકો પણ મહદ અંશે જવાબદાર છીએ જ્યારે ક્યારે પણ આવો કોઈ કાંડ થાય ત્યારે જ આપણે ન્યાયની માંગણી કરતા રસ્તાઓ ઉપર નીકળીએ છીયે ત્યાં સુધી કોઈ જ ન્યાયની જરૂર હોતી નથી ?
અંતમાં હું માત્ર એ જ કેહવા માંગીશ કે જો એક જ રાતમાં નોટબંધી શક્ય હોય તો ૨૦૧૪ થી શરૂ કરી ૨૦૧૮ સુધીમાં એક કડક કાયદો તે તમામની વિરુદ્ધ એક ઉદાહરણ બનીને જો સામે આવ્યો હોત તો કદાચ વધુ એક નિર્ભયા કાંડનું પુનરાવર્તન ન થયું હોત.
ઉપરોક્ત બાબત પર શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય કોઈ પણ પક્ષે એક બીજા પર જવાબદારી ઢોળી પોતે ગર્વ અનુભવવાની બિલકુલ પણ જરૂર નથી પરંતુ જવાબદારી સ્વિકારી ઉપરોક્ત પ્રશ્ન નહિ પરંતુ લાગેલ કલંક ને દૂર કરવા કડક કાયદો બનાવી અને તેનું કડક રીતે અમલીકરણ જરૂરી છે.