Quotes by Kavita in Bitesapp read free

Kavita

Kavita Matrubharti Verified

@kavitaahir


અજાણ્યા કોઇ વ્યકિતને મળવુ , ને એજ વ્યક્તિ ને સૌથી વધારે જાણતા થઈ જવું. સવાર ના ગુડ મોર્નિંગ થી લઇ ને રાત ના આવેલા સપનાં સુધીની વાતો ની આપ લે, અને આવતી કાલ ના schedul થી લઇ ને ગઇ કાલના થાકેલાં અનુભવ પછી પણ એ વ્યક્તિ જોડે વાત કરવાથી અનુભવ થતો સંતોષ . આટલું બધુ થયા પછી પાછું અજાણ્યા બની જવું શું સહેલું હોય છે?

Read More

શરૂઆત
જીવનમાં હંમેશા આપણે બોલતા હોઈએ કે સાંભળતા હોઈએ આજે એક નવી શરૂઆત કરવી છે, શું હંમેશા નવી શરૂઆત કરવી જરૂરી હોય છે? શું આપણે જ્યાં હોઈએ ત્યાંથી પાછું ચાલુ ના કરી શકીએ? ,શા માટે નવી શરૂઆત માટે ની જિદ્દ કરવી?
ને ખરેખર નવી શરૂઆત માં કઈ નવું હોય છે કે બસ કેવા માટે ની જ શરૂઆત હોય છે ?

Read More

સબંધ
શું ખરેખર સબંધો સાચવવા અઘરાં છે? કે , પછી આપણે સાચવતા નથી કે ? આપણે સાચવવા માંગતા જ નથી..!
કે ખરેખર દરેક સબંધ કંઈક ને કંઈક સ્વાર્થ માટે જ હોય છે એવું છે? આજે મારો આ સ્વાર્થ પૂરો થઇ ગયો તો તે વ્યક્તિ જોડે ના સંબંધ પર પણ પૂર્ણવિરામ આવી ગયું. હા સબંધો સાચવવા અઘરાં જરૂર છે જો કોઇ સાચવવાં માંગતું હોય તો, પણ કોઇ વ્યક્તિ સાચવવાં ના માંગતું હૉય એના માટે સ્વાર્થ જ જરૂરી છે સંબંધ નહી.
સબંધો માં અલ્પવિરામ જરૂર હોય શકે પરંતુ પૂર્ણવિરામ આવે ત્યારે સમજી લેવું જોઈએ કે સામે વારું વ્યક્તિ સ્વાર્થ ના લીધે જોડે હતા. જો એ જાણ્યા પછી પણ તમે સંબંધ બચાવવાની કોશિશ કરો છો તો e કારગત નીવડતી નથી.

Read More