Quotes by Jayesh Khatri in Bitesapp read free

Jayesh Khatri

Jayesh Khatri

@jayesh.khatri


એક નદીએ
બે કિનારાને વાતો કરતા સાંભળ્યા કે
આ નદીના કારણે જ
આપણે ભેગા નથી થઇ શકતા,
પણ
વહેવામાં મસ્ત નદી
એમ કહેવા પણ ના ઉભી રહી કે
હું છું તો જ તમે છો!

Read More

યાદ કરું જયારે તને, હોઠ પર સોંગ આવે છે
મળવા તને જયારે ચાહું, રસ્તો ઘણો લોંગ આવે છે
ક્યારનો મથું છું મોબાઈલથી તને મળવા
ફરી ફરીને તારો જ નંબર રોંગ આવે છે.

Read More

ક્યારેક તું રતલામ, ક્યારેક તું રોમ છે
ક્યારેક તું મેડોના, ક્યારેક મેરી-કોમ છે
સૂકલકડી તારી કાયામાં, ડબલ-બુલનું જોમ છે
ગમે ત્યારે ફૂટે, એવી તું ટાઈમ-બોંબ છે

Read More

ધાબે આવ છાનીમાની, થોડો વહેવાર કરી લઈએ
રીહર્સલ કરી આજને, વેલેન્ટાઈન તહેવાર કરી લઈએ

નજરમાં જ્યારથી પડી છે તારી બ્યુટી
ભૂલો વારંવાર થાય છે, કરવા જઉં ડયુટી
મધરાતે નીકળી પડજે, તૈયાર મારું સ્કુટી
મંદીરમાં લગન કરીશું, ને હનીમુનમાં ઉંટી !

Read More

મોકલું છું મારો ભાઈબંધ બાબુ
આપશે તને લક્સના ડઝન સાબુ
નાહી ધોઈને મળજે, ઉપર મારું ધાબુ
આજ આપણું સીમલા, આજ આપણું આબુ
ફરકે છે અંગ મારું, જમણું ને ડાબું
વેકેશનમાં નથી, કંટ્રોલ કે કાબુ
લાગણીઓને વરસોથી કેટલી દાબુ
બસ..બસ હવે ખેંચવું નથી લાં...બુ.

Read More

અમેરિકામાં રહેવા સસ્તી મોટલ કરી લઈશું
ખાવા-પીવા માટે ગુજરાતી હોટલ કરી લઈશું
તું પૈસા ઉપાડીને આવ, કેલક્યુંલેટરથી ટોટલ કરી લઈશું.

Read More

શાહરૂખ હસે, રડે, રીસ કરે છે
સલમાન ગર્લ-ફ્રેન્ડ દસ-વીસ કરે છે.
ઈમરાન હાશ્મી જથ્થાબંધ કીસ કરે છે
બંદા રાજકપૂર, ઓન્લી નરગીસ કરે છે.

Read More