બસ એક વાત... ભાગ-1
મોસમી..... મોસમી......આજ ફરી પાછી ગારો ફેદવા બેસી ગઈ !ખબર જ નથી પડતી આ.. છોકરીને કપડા ગંદા થઈ જાય ! માંદા પડી જવાય ! ચાલ ઘરમાં.. (બૂમો પાડતા પાડતા) વીણાબેન મોસમીને ખેચી ઘરમાં લઈ ગયા. આવું રોજ થતું કોઈ કોઈ વાર મોસમીને ગારો ફેદતા જોઈને વીણા બેન ગુસ્સામાં આવી બે લાફા લગાવી દેતા છતાં મોસમી ગારો કરી માટીમાં રમવાની મજા માણતી.
મોસમી ત્રણ વર્ષની નાની માસૂમ બાળકી હતી. કોઈપણ વ્યકિત તેને લાડલડાવવા તેની પાછળ પાછળ ફરે તેવી મિઠુડી હતી. તેને માટીમાં ગારો કરી રમવું ખુબ ગમતું હતું.રોજ સાંજે તેના ઘરની બાજુમાં આવેલા ગાર્ડનમાં બીજા ભૂલકાઓ સાથે તે રમવા જતી. બાળકો પાસે કોઈ ને કોઈ વડીલ રહેતા . વડીલો વાતોના વડાં કરતા હોય અને બાળકો રમવાની મજા માણતા હોય.
મોસમી તેના પિતા રમણભાઈનું એક માત્ર સંતાન હતી.તેથી તેઓ ઈચ્છતા હતા કે મોસમી સારામાં સારું શિક્ષણ મેળવે તેથી તેમણે શહેરની સૌથી ઉત્તમ સ્કૂલમાં તેનું ઍડ્મિશન કરાવ્યું .80 હજાર ડૉનેશન ફી ભરી. સ્કૂલનું ભવ્ય અને ઉત્તમ સગવડ વાડું મકાન ,અધતન સાધનોથી અભ્યાસ કરાવવાની વ્યવસ્થા જોઈ તેમને આ 'ડે કૅર 'સ્કૂલ ગમી ગઈ.
શરુઆતમાં મોસમી સ્કૂલ ન જવા ખૂબ રડતી અને બહાના કાઢતી થોડાદિવસ આવા નખરા ચાલ્યા.અંતે મોસમી ના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા.અંતે હારી થાકીને તેને સ્કૂલમાં જવું પડતું. થોડા દિવસો પછી મોસમી રેગ્યુલર સ્કૂલ જવા લાગી.
સ્કૂલનાં વાતાવરણમાં મોસમી સૅટ થઈ ગઈ હતી.મમ્મી-પપ્પા બોલસે ? અથવા તો માર ખાવાની બીકે તે સ્કૂલ સમય સર જતી થઈ હતી.રમણભાઈ તેને ઘણીવાર કહેતા ' મોસમી તારે ભણીગણી મોટી નામના કમાવાની છે. મોટા માણસ બનવાનું છે !' મોસમીને આ બધું સમજાતું નહીં. તે માથું હલાવ્યા કરતી. સમજે પણ કયાંથી ? માટીમાં અને બગીચામાં રમવાની ઉમંરે તે A, B, C, D, ગોખતી હતી.દાદા-દાદી જોડે વાર્તા સાંભડવાને બદલે અંગ્રેજીમાં સ્ટેજ પર બોલવા સ્પીચ તૈયાર કરતી.
ધીમે ધીમે તેની માટીમાં રમવાની આદત તે ભૂલી ગઈ. સવારે વ્હેલા ઉઠી સ્કૂલ જતી. નાના વાળમાં બે ચોટલી આવે નહીં .વીણાબેન જેમ તેમ કરી ચોટલી લેતાં. ઢીંગલી જેવી મોસમી આવી ચોટલીમાં માથામાં કોઈએ બન્ને બાજુ ખિલ્લા માર્યા હોય એવી લાગતી.મને આજ સુધી એ નથી સમજાતુ કે બે ચોટલાને ભણવાને શું સંબંધ છે.બે ચોટલા લેવાથી યાદ શક્તિમાં વધારો થતો હશે?
સવારથી ગયેલી મોસમી સાંજે પાંચ વાગ્યે ઘરે આવતી.એમાય એની સ્કૂલ બેગ વીણાબેન લઈને આવતા હોય. 6:30 પાછુ ટ્યૂશન હોય. મારાથી રહેવાયુ નહીં એટલે મેં પૂછી લીધું ' વીણાબેન સ્કૂલમાં ટ્યૂશન પતી જાય છે,તો ફરી ટ્યુશન કેમ ?' વીણાબેને જવાબ આપ્યો ' આ તો શું રમવામાં સમય બગાડે એના કરતા કલાક બેસે ભણવા તો મહાવરો વધુ થાય. 'એ સાંભળી મને મોસમી પર દયા આવી ગઈ બિચારૂ નાનું ફૂલ ! મારાથી સહન થયું નહીં એટલે મેં એમને સમજાવવાની કોશિશ કરી.
'જુઓ બેન મોસમી કેટલી બદલાઈ ગઈ છે. માટીમાં નથી રમતી, બગીચામાં કે કોઈની સાથે બ્હાર રમવા આવતી નથી. રજાનાં દિવસે પણ મોબાઈલ કે ટી.વી. માં એનો પસાર થઈ જાય છે.'તમને એના પર દયા નથી આવતી ?
વીણાબેન હું એમ નથી કે તમે મોસમી પાછળ ખોટો ખર્ચ કરી રહ્યા છો. ત્રણ વર્ષના બાળકને લાગણી, પ્રેમ , પરિવારની હુફ જોઈએ છે. એમનો માનસિક વિકાસની ક્રિયા ચાલુ હોય છે. પાંચ વર્ષના બાળકમાં માનસિક વિકાસ સમજણ શક્તિનો વિકાસ પૂરો થઈ ગયો હોય છે. તેથી પાંચ વર્ષ તમે એને ભણવા મોકલશો તો એ સારી રીતે ભણવામાં ધ્યાન આપશે.આટલું કહી ત્યાં થી નિકળી ગઈ.
6 મહિના પછી.......