થોડીક પણ તબીયત લથડાય મારી,
ત્યારે ચિંતા કરવા વાળી 'તુ',
પાસે નથી એટલે ગમતું નથી..
નથી બોલવું, નથી બોલવું કહીને,
પોતે જ બોલવાનું ચાલુ કરવા વાળી 'તુ',
પાસે નથી એટલે ગમતું નથી..
બીજા સાથે 'મૌન' રહીને,
મારી સાથે મન ભરીને વાત કરતી 'તુ',
પાસે નથી એટલે ગમતું નથી..
બધા વચ્ચે, કોઈને સંભળાઈ નહીં તેમ,
વાતો કરતી 'નખરાળી આંખ' વાળી 'તુ',
પાસે નથી એટલે ગમતું નથી..
તુ હર-હંમેશ સાથે છો, અને રે'વાની છો,
સાચું કહું છું, 'તુ' પાસે નથી એટલે ગમતું નથી..
-ચિરાગ