એક વાત કહું ?
મને તારી આંખો ખુબ ગમે છે, મોટી ને કાળી. પાંપણનાં આવરણમાંથી બહાર સતત ડોકિયાં કરતી રહે છે.
પૂરી વાત તો તું હંમેશની જેમ કહેતી નથી, અડધોઅડધ તો આંખોથી જ બોલી જાય છે.
પહેલી વાર જ્યારે પ્રેમનો એકરાર કર્યો ત્યારે ઝૂકી ગયેલી પાંપણો તો કેમ કરીને ભૂલાય ?
ક્યારેક મસ્તીના મુડમાં હોય ત્યારે હળવેકથી આંખ મારવાની તારી અદા પર તો હું ફિદા ફિદા...!
વારે વારે પાંપણ પટપટાવવાની આદતને લીધે જ તો તને ‘તન્નકી' કહીને બોલાવું છું...!
અને એક બીજી વાત, ક્યારેક ઉજાગરો કરીને લાલાશ પકડી ગયેલી આંખો જોઇને તો મને નશો ચડે છે. આવી આંખોને ચૂમવાનું ચૂકે એ તો મુરખનો સરદાર કહેવાય...!
#લવ_યુ_પાગલની_જેમ ...