દરેક માં નિષ્ફળતા મેળવી હારી ને મારા ચહેરા માં શાંતિ શોધ તો સમજજે તારા માં હજુ હું કયાંક બાકી છું...
દરેક ચહેરા માં જો મારું અસ્તિત્વ શોધે અને કોઈ ના હાવભાવ જોઈ તું મારી અદા ઓ યાદ કરે તો સમજજે તારા માં હજુ હું કયાંક બાકી છું....
દુનિયા ના દરેક ખૂણે કઠોર થાય કયારેય હિંમત ન હારે અને પછી એકલા માં તું રડે તયારે મારો ખભો ઝંખે તો સમજજે તારા માં હજુ હું કયાંક બાકી છું....
કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કરતા કોઈક વાત માં મને યાદ કરી ખળખળાટ હસી પડે તો સમજજે તારા માં હું હજી પણ કયાંક બાકી છું...
ગુડન્યુઝ માં ખુશ થઇ હજી પણ પહેલાં ગુડન્યુઝ મને આપવાનું મન થાય તો સમજજે તારા માં હજુ પણ હું કયાંક બાકી છું...
મારા સંગ ના અમુક રંગ તને રંગીન દુનિયા સામે કયારેક જો ફીકા લાગે ને તો સમજજે હું તારા માં હજુ પણ કયાંક બાકી છું...
તારા ચહેરા પરની એ ચમક ધટે કે તારા ચહેરા પર એ સ્મિત ન આવે અને હસવા માટે જો તું આપણા જુના વાતો ના કિસ્સા ફરી યાદ કરે તો સમજજે તારા હજુ હું કયાંક બાકી છું...
તું રડે અને તારો એ આસું તારા ગાલ સુધી પહોંચી જાય છતાં કોઈ ના લુસે તયારે સૌ પહેલાં જો તને મારી યાદ આવે ને તો સમજજે તારા માં હજુ હું ક્યાંક બાકી છું...
હા હું તને ખુબ જ લવ કરુ છું...