એકલો જયારે હું થઇ જાવુ છું
જાત ને ઘણું કહી જાવુ છું
દોડતો દોટ મુકીને છતાં કાયમ
પાછળ જ કેમ રહી જાવુ છું..
હસી ને જીવતો આવ્યો છું
છતાં કેમ એકલો રડી જાવુ છું
વગર ટેકે ચાલતા શીખ્યો છું
તો પણ ના જાણે કેમ પડી જાવુ છું
શોધવા મથતો જયારે પણ સહારો
હું હમેશા મુજ ને જ મળી જાવુ છું
એકલો જયારે હું થઇ જાવુ છું
જાત ને ઘણું કહી જાવુ છું.