પ્રસન્નતા" ને અનુલક્ષીને ચાણક્ય નીતિ.
(૧) સારું ખાન પાન, સંગીત,કલા, સુંદર સ્થળો અને ગુણવાન વ્યક્તિઓ જે આપણા ઉદ્દેશ્યને અનુકૂળ હોય એ પ્રસન્નતા આપે છે. પણ સૌથી વધુ પ્રસન્નતા સેવા અને સંતોષ આપે છે.
(૨)બુદ્ધિમાન સંતાનો, મધુર જીવનસાથી, સાથે હસતો રમતો પરિવાર પ્રસન્નતા આપે છે. નિર્મળ મન વાળા ,વિદ્વાન અને પ્રસન્ન વ્યક્તિઓ ના સંગ પ્રસન્નતા માં વૃદ્ધિ કરે છે.
(૩)દાન કરવાની વૃત્તિ ,મધુર વાણી,વિવેક અને સમ્માન આપવાની ઈચ્છા આ સર્વે પ્રસન્ન સ્વભાવ વાળા વ્યક્તિ ઓ પાસે હોય છે.
(૪) સ્વસ્થ અને ક્ષમતવાન દેહ વધુ ને વધુ પ્રસન્નતા અને શાંતિ નો અધિકારી બને છે. શરીર સ્વસ્થ નથી તો કોઈ પણ પ્રકાર ની સંપતિ પ્રસન્ન નથી કરતી.
(૫) લોભી માણસ ધનથી, જડ અને મૂર્ખ પોતાની જીદ પૂરી થવાથી, કામી કામના પૂર્ણ થવાથી , અને વિદ્વાન તેમ જ ગુરુ સારા આચરણ થી પ્રસન્ન થાય છે.