વિરહની ગઝલ
(જ્યારે કોઈની યાદ હૃદયને વ્યાકુળ કરી દેતી હોય)
ખાલી પડેલા દ્વારમાં ધબકારા ચૂકી જવાય છે,
તારા અધૂરા પ્યારમાં ધબકારા ચૂકી જવાય છે.
વરસો વીત્યા તો પણ હજુ એ જ હાલત છે મનની,
તારા જૂના સ્મરણોમાં ધબકારા ચૂકી જવાય છે.
કંઈ કેટલાયે ચહેરાઓ મળે છે રોજ રસ્તામાં,
તારા સરખા આભાસમાં ધબકારા ચૂકી જવાય છે.
સંભળાય છે પગરવ તારા હજુયે આ સન્નાટામાં,
ચાલતી પવનની લહેરમાં ધબકારા ચૂકી જવાય છે.
હવે તો ટેવ પાડી છે મેં એકલતામાં જીવવાની,
પણ તારા નામની બૂમમાં "સ્વયમ’ભુ” ધબકારા ચૂકી જવાય છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"