" માતાપિતાના ચરણોમાં સ્વર્ગ "
પળભરમાં દૂર થઈ જાય એનો ઓછાયો.
જેમના ઉપર હોય છે પિતાશ્રીનો પડછાયો.
વેચી ખુદનાં સુખચેન, આરામ ને તંદુરસ્તી,
પરિવાર માટે એક બાપ, ખુશી ખરીદી લાયો.
મા છે ઘરની ચાર દીવાલ, છત ને ઓસરી,
પરંતુ, બાપ તો છે એ ઘરનો મજબૂત પાયો.
મા વિના સંતાનોનો હશે સૂનો સંસાર, પરંતુ!
જિંદગી લૂટાઈ જાય જો છૂટે બાપનો છાંયો.
માતાપિતાના ચરણોમાં જ સ્વર્ગ છે "વ્યોમ"
સુધરી જાય જિંદગી જો સમજે હર જાયો.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર