ક્યારેક હૈયું દ્રવી ઉઠે છે.
આવાં સમાચાર વાંચીને.
હિંસાની પણ પરાકાષ્ઠા આવી દર્દનાક હોય!
જે હાથથી મંગળસૂત્ર સ્નેહપૂર્વક બંધાયું હશે.
તે જ હાથથી તે જ ગળા પર જખ્મી ઘા થાય?
કેવી વિચિત્ર વિચારધારા કે પરિસ્થિતિ હશે ઘા કરનારની.
કોઈનો કદાચ દોષ હોય બની શકે.
ના નથી.
તેનો મતલબ બસ નિર્દય બની સાથે રહેનાર ને મૃત્યુ ની કલ્પના સુધી કોઈને પહોંચાડી દેવું.
આ તો કેવો પ્રેમ? અરે; રે, પ્રેમ નહી! આતો કેવી ધૃણા રહી.
અરે ધૃણા ની પણ એક પરાકાષ્ઠા હોય.
જીંદગીમાં કોઈ વ્યક્તિ, કાર્ય પસંદ નથી કે ઇરછા વિરુદ્ધ છે.
તો બેદખલ થઈ જાવ કે વ્યકિતને બેદખલ કરી દો.
બસ દૂર થઈ જાવ.
કે પછી સમાજથી બગાવત કરીને પણ કોઈ એવો નિર્ણય લેવો જોઈએ જેથી હિંસા ના થાય.
હિંસા જ ક્યારેક અક્ષમ્ય ગૂન્હો બની જતી હોય છે.
જેનો પસ્તાવો જીંદગીભર ડંખે છે.
જીંદગી છે દરેકને જીવવી હોય છે
મુકિત થી!
પ્રેમ મુકિત આપે છે અને તે મુકિત જ પછી ખુશી થી બંધન સ્વીકારે છે.મારા વિચારો અનુસાર.