ફ્રી સમયમાં મેં મારા મનને પ્રશ્ન પૂછ્યો કે,
હોંશિયારી, અને આવડત હોવા છતાં પણ,
ઘણી બધી જગ્યાએ, અને ઘણી બધી બાબતોમાં અમુક લોકો એમના જીવનમાં
પાછા કેમ પડતાં હોય છે ? અથવા તો
નુકશાનમાં કેમ રહેતા હોય છે ?
અંદરથી જવાબ મળ્યો - કારણ કે
એમના જીવનમાં જ્યારે જ્યારે
ધીરજ રાખવાની ઘડી આવે છે,
ત્યારે તેઓ થોડી ઉતાવળ કરી દે છે,
ને જે સમયે ઝડપ વધારવાની હોય
એવા સમયે તેઓ બહુ શાંતિ થી કામ લેતા હોય છે.
- Shailesh Joshi