ચાંદનીને ખભે ચમકતું આકાશ ચૂપચાપ જૂએ છે...
તારાઓ જો ને ખુલ્લી આંખે,મારી હાજરી પૂરે છે...
નઝર આકાશ સામે જોને અડીખમ ઊભી છે...
હૃદયમાં એની સ્મૃતિ હંમેશા સળવળી છે..
હવા તો જાણે તન કરતાં મન ને વધુ અડકી છે...
રાતના અંધકારમાં પાંપણો કંઈક વધુ ચમકી છે...
પ્રશ્નો ઘણા જવાબો શોધવા,રાત ક્યારેય થાકતી નથી...
સ્મૃતિના ચમકારા પાછળ એક અલગ દુનિયા વસેલી છે...
શાંત છે બધું આસપાસ , હૃદયમાં થોડી કંપારી છે...
યાદ,વાત,રાત. બસ તમારી,ને આંખોમાં હળવી ચમકારી છે...
હું જાગું રાત પણ જાગે,તારાઓની પણ પાકી યારી છે...
બંને ની ખાલી દુનિયામાં ચાંદ ની મહેરબાની છે...