🌸 માતા – ઈશ્વરનો સર્વશ્રેષ્ઠ ઉપહાર 🌸
એક દિવસ 4 વર્ષનો બાળક પોતાની મમ્મી સાથે બજારમાં જતો હતો.
રસ્તા પર ચાલતો ચાલતો તે શરારત કરતો, વારંવાર મમ્મીનો હાથ છોડતો.
મમ્મીએ પ્રેમથી કહ્યું –
“બેટા, હાથ ન છોડ, પડી જાશે.”
ત્યારે નિર્દોષ બાળક તરત જ બોલ્યો –
“મમ્મી, હું નહીં પડું… કારણ કે તું છે ને!
તું મને ક્યારેય પડવા નહીં દે.”