પ્રકૃતિ રિસાઈ રહી છે.
તેનું તાંડવ જોતા તો લાગી જ રહ્યું છે.
પર્વતીય વિસ્તારોમાં આભ ફાટી રહ્યા છે.
જે લોકોને આભ જેવું હ્ર્દય ફાટ આક્રંદ કરાવે છે.
ખળ-ખળ વહેતી સરિતાઓ ધડ-ધડાટ વહીને પોતાનાં જળમાં કિનારાની જમીનોને વધુને વધુ દબાવી રહી છે.
સમૃદ્ધ પણ તોફાને ચડે છે, વૃક્ષો પવન નો માર વેઠી શકતાં નથી અને મૂળ સાથે જમીનદોસ્ત થઈ રહ્યા છે.
હા,પણ તે વૃક્ષો ને માણસનાં કુહાડીના ઘા કરતા મૂળ સહિતનો મોક્ષ ગમશે.
આવું બધું કેમ થઈ રહ્યું છે, જે માણસને ગમતું ના હોય?
કંઈક તો કારણ હશે જ
અહિયાં કૃષ્ણની ભગવદગીતા યાદ આવી.
હા તે બધા સત્ય માણે છે, તો પછી તેને તો યાદ કરવી જ પડે.
કર્મનો સિદ્ધાંત:- માણસને તેની સાથે ના ગમતું કર્મ કોઈ ના કરે તો તેને પણ કોઈને ના ગમતું કર્મ પણ ના કરવું જોઈએ.
બસ સમજાઈ ગયું ને
પ્રકૃતિ કેમ રિસાઈ છે.
એમ જ તો થોડી આ રીતે પ્રકૃતિ કોપાયમાન થાય!
ઈશ્વરે પૃથ્વી પર માણસ સાથે પશુપક્ષી અને પ્રકૃતિનું પણ નિર્માણ કર્યું.
મારું તો માનવું છે કે માણસ સાથે દરેક સજીવ પણ પ્રકૃતિનું જ અભિન્ન અંગ છે.
કોઈનાં વિચારે અલગ પણ હોય શકે,
તેમાં પણ ના નથી.
મનુષ્ય જ્યારે જીવંત પ્રકૃતિ સાથે રહેતો ત્યારે બન્ને વચ્ચે એક એકત્વભાવનું તાદાત્મ્ય બની રહેતું હતું.
મનુષ્ય હળીમળીને હરિયાળી સાચવતા અને માણતા.
પ્રકૃતિ મનુષ્યને તંદુરસ્તી આપીને સંતોષ સાથેનું સુખ આપી ને સાચવતી.
બન્નેને ત્યાં સુધી કોઈ વાંધો ના હતો.
માણસ પ્રકૃતિ વચ્ચે રહીને તેનાં પ્રાકૃતિક ધનાઢ્ય વૈભવને માણતાં ખરેખર તે સમયે પ્રકૃતિ પણ પ્રફુલ્લિત રહેતી.
કેમકે માણસ માણતાં હતાં મારતાં ના હતાં.
બસ જ્યારથી માણસ જડ ઈંટ, કપચી અને રેતીના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. પ્રકૃતિના વિકાસ ને મારીને ખુદનાં વિકાસ નાં નામે.
ધીરે ધીરે માણસ વધું પ્રમાણમાં જડત્વ સાથે રહેતા જ જડતા આવવા લાગી.
જડતા આવે જ.
કેમકે પથ્થર શ્વાસ થોડા આપે.
જે મૃત છે તેનામાં હકારાત્મક ઉર્જા થોડી પ્રાપ્ત થવાની.
મૃતમાં પણ પ્રાણ પુરવા પડે. એટલાં સમર્થ હજુ અણસમજુ માનવ ક્યાં?
જ્ઞાની એવું કરશે નહીં.
બસ માણસ જેમ જેમ જડ,મૃત પદાર્થો થી ઘેરાતો ગયો એટલો જ પ્રકૃતિથી રિસાઈ જવા લાગ્યો.
હવે કોઈ વારંવાર અણ દેખું કરે કે કરે અદેખાઈ અને પાછું નુકશાન પણ કરે.
તો પછી રિસાઇ જાય પછી પ્રકૃતિ હોય કે માણસ.
માણસ કરતાં પ્રકૃતિ તો ઘણા ત્રાસ પછી રિસાઈ છે.
માણસોનું તો શું કહેવું! બસ જરા અમથી સુવિધાઓ માટે પણ અઢળક નુકશાન કરે.
જો સુવિધાઓ ના મળી તો પણ ગુસ્સા સાથે રિસાઈ જાય.
સાચું છે ને?
બસ પ્રકૃતિ પણ માણસને જોઈને જ શીખી ગઈ છે જેવા સાથે તેવા.