“ એક પ્રશ્ન”
આબરૂની ચિંતા હોત તારી સાથે આવો ગેર વર્તાવ તો ન જ કર્યો હોત ને? બેટા અમે તને લડાયક બનાવી છે પણ સ્વરક્ષણ માટે અને અન્યાય સામે લડવા, અન્યાય સહન કરવા માટે નહીં. તેમ છતાં આ તારી પોતાની લડાઈ છે એટલે તું જ નક્કી કર કે હવે તારે શું કરવું છે, જો પાછા આવવું હોય તો અમે અત્યારે જ તને પાછી લઈ જવા તૈયાર જ છીએ, કારણ કે હવે આ ઘરમાં તને એક પળ માટે માનસિક ત્રાસ આપવામાં આવશે તો એ હવે અમે નહીં જ સહન કરી શકીએ".
"પપ્પા", શ્રેયા બોલી, "સંતાનોની કેટ કેટલીય ભૂલો મા-બાપ જતી કરતા હોય છે તો ક્યારેક સંતાનો પણ પોતાના માબાપની ભૂલો કેમ જતી ન કરી શકે? મારા સાસુ સસરા એ મારા પ્રત્યે જે વલણ અપનાવ્યું એ એમની ભૂલ સમજીને એમને વધુ એક તક આપવા માંગુ છું. મને પાછી અપનાવી લેવા માટે આપ તૈયાર જ છો એ તમારા પીઠબળ સાથે હું અહીં જ રહીશ અને વધુને વધુ કોશિશ કરીશ કે મારા આ મમ્મી-પપ્પાનો મારા માટેનો અભિગમ બદલાય"
🙏🏻
- Umakant