એક દિવસ રજા રાખી લવ,
મનનો ભાર હળવો કરી લવ,
વ્યસ્તતા વચ્ચે પોતાને મળી લવ,
વાતો કરી મૌજથી હસી લવ,
જીંદગી કોઈ કોરો કાગળ નથી,
કલમ હકાવી પુસ્તક બનાવી લવ,
સમયનો અહી કોઈ અભાવ નથી,
સાથે હળી મળીને જીવી લવ,
ઈચ્છાઓ ઘણી બધી પડી છે,
અધુરી રાખી જીંદગીનેે ચાખી લવ.
મનોજ નાવડીયા