ફળોનો હું રાજા,
મનભાવન સૌનો.
નાનાં મોટાં સૌને પસંદ,
કોઈ ખાય મને કાપીને,
તો કોઈને પસંદ રસ મારો!
ઈદડા અને પુરી સાથે સૌ ખાય,
સુરતીઓ ખાય મને
બે પડની રોટલી કે ખાજા સાથે!
જાણવા વિવિધ જાતો મારી,
ને માણવા મારું વૈવિધ્ય,
ઉજવાય ભારતમાં 22 જુલાઈએ
'રાષ્ટ્રીય કેરી દિવસ'.