“વાર ગમે તે હોય, તિથી ગમે તે હોય, અને તારીખ ગમેતે હોય, પણ આપણી માટે જો દરેકે દરેક ક્ષણ જાગૃતિ રાખવામાં આવે તો જ મહત્વની છે.
બાકી તો આ સંસારરૂપી ગાડરિયા પ્રવાહમાં આપણે ભોગી તરીકે આવ્યા, અને ભોગી તરીકે જ અહીંથી જઈશું. ભોગ એક એવો રસ છે જેમાં ક્યારેય તમને સંતોષનો ઓડકાર કે પરીતૃપ્તિનો ઓડકાર આવતો નથી,હજી વધુની વૃત્તિ નિરંતર વધતી જ રહે છે.
પરંતુ આ ભોગ સાથે યોગ અને જોગ જોડાય તો, આ સંસાર પણ પરમ પ્રેમને પામવા માટેનું સાધન બની શકે છે. યુગોનુ અંતર વિત્યું છતાં પણ કૃષ્ણ આપણને આજે પણ એટલા જ પ્રિય છે, અને એનું કારણ એ છે કે, એ સત્ય છે, એ જ પ્રેમ છે, અને એ જ અપરંપાર કરુણા છે, અને આપણે બધા જ જાણીએ છીએ કે એ જ, મનુષ્યનું અંતિમ લક્ષ્ય છે.
છતાં પણ એ તરફ દુર્લક્ષ સેવી અને આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ. જેમાંથી બહાર આવીએ તો કદાચ એ પરમ પ્રકાશના અજવાળા દેખાય. સમગ્ર સંસારને છોડી અને સન્યાસ લઇ જીવન જીવવું એ તબક્કો હવે છૂટી ગયો, એટલે કે સંસાર રુપી પરીવાર બનાવ્યો છે, તો એની જવાબદારી અદા કરતાં કરતાં હરિસ્મરણ, હરિ ભજન કરતાં કરતાં, અને બીજું નાનું મોટું થોડુંક ધ્યાન રાખીને કે જાગૃતિ રાખીએ, આપણાથી કંઈ થાય એવું નાનું મોટું અન્યનુ હિત જેમાં સમાયેલું છે, એવા થોડા કાર્યો કરતા કરતા જીવનનો આ મુકામ તય કરીશું તો ચોક્કસ પ્રેમને નામે કંઇક તો ફળશ્રુતિ આપણે પામીશું જ.
કૃષ્ણના જીવનનો આજે ખાસ દિવસ છે, અને એ નિમિત્તે પુરા વિશ્વને અષાઢી બીજની ખૂબ ખૂબ વધાઇ”
🙏🏻
- Umakant