Gujarati Quote in Shayri by Umakant

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહી”

પાછા નયન ના નૂર ને વાળી શક્યો નહી
હું જેને કાજ અંધ બન્યો રોઇ રોઇ ને
એ આવ્યા ત્યારે તેમને નીહાળી શક્યો નહી….
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો
તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને …..
ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જે
મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે.

નયન ને બંધ રાખીને …..
પરંતુ અર્થ એનો નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ….. રાત વીતી ગઈ..

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને …..

હકીકત મા જુઓ તો એ એક સપનું હતુ
મારુસપનું હતુ મારુ…. સપનું હતુ મારુ…..
હકીકત મા જુઓ તો એ એક સપનું હતુ મારું
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે.
નયન ને બંધ રાખીને …..

નહીતર આવીરીતે તો તરે નહી લાશ દરિયા મા
નહીતર આવીરીતે તો તરે નહી લાશ દરિયા મા
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને …..
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
-બેફામ
🙏🏻
- Umakant

Gujarati Shayri by Umakant : 111983040
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now