આંગળી પકડી તી મારા બાપની રે લોલ (૨)
ચાલ્યો હુતો ડગુ મગુ ચાલ રે, ચિલે ચડાવ્યો 
ઇતો ચાલ તા રે લોલ 
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ 
ટુકડામાંથી ટુકડો ઇતો આપતા રે લોલ
ભુખ્યો નહીં સુવડાવ્યો દિન રાત રે
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ 
 પિતા છે પ્રેમ તણી ઔષધિ રે લોલ 
દર્દ કરે પલ માં ઇતો દુર રે 
ઘેરો વડલો ને ઘેરી છાંયડી  રે લોલ 
શીતળ છાયા છે મારા બાપની રે લોલ 
  સૌજન્ય:- WhatsApp  🙏
 - Umakant