એક મીઠો અહેસાસ છે તું
તને ખબર નથી કેટલી ખાસ છે તું
મારા વણમાંગ્યા પ્રશ્નનો જવાબ છે તું
પ્રેમની પૂજ્ય મૂર્તિનો એક સારાંશ છે તું....
મારા ટૂંકા જીવનનો જાણે શ્વાસ છે તું
આજીવન લઈ શકું જેને એવી મીઠાશ છે તું
ઉડીને આંખે વળગે એવો અહેસાસ છે તું
મારા પ્રેમના અંધકારનો જાણે પ્રકાશ છે તું.....
હૃદયમાં ઉગેલા સુંદર ફૂલની જાણે સુવાસ છે તું
પ્રેમના પરોઢિયે ઉદભવેલો એવો અહેસાસ છે તું
હાથેથી લખાયેલા શબ્દોનો જાણે સંગાથ છે તું
ઈશ્વરે મોકલેલો મારા જીવનમાં પવિત્ર પવિત્ર સહવાસ છે તું....
રાજાના મુગટ પર બિરાજમાન સરતાજ છે તું
હૃદયના ઊંડાણમાં થંભી જાય એવો અવાજ છે તું
જિંદગીની આ રોજબરોજની મથામણ માં જાણે "પીયૂ"
હૃદયની અંદર પાડવા વાળો ઠંડા શેરડાં સમો સંગાથ છે તું....
इस दिल के आंगन में रेन बसेरा है आपका, ऐसा लगता है मेरे जीवन में जैसे सवेरा हो आपका, लगता तो नहीं इस जिंदगी में कभी मिल पाए, फिर भी लगता है हमें जैसे हमारी जिंदगी में डेरा हो आपका।। - पीयू.....