તું જ મારી જિંદગી, બીજું હવે શું જોઈએ?
તારા સિવાય આ દિલને કોનો સહારો જોઈએ?
દરેક સવાર તારા જ નામથી શરૂ થાય છે,
દરેક સાંજ તારી યાદમાં જ પૂરી જોઈએ.
આ શ્વાસ ચાલે છે ફક્ત તારી જ ધડકનથી,
જો તું ન હોય તો આ વિરાન રણ જેવું છે
મારી દરેક ખુશીનો સરનામુ તું જ છે જાણે,
હસે જો તું તો મારા હોઠો પર હાસ્ય ફેલાય.
આ આંખો તરસતી રહે છે તારા જ દીદાર માટે,
પાંપણ ખુલે તો બસ તારો જ નજારો જોઈએ.
મેં તો સોંપી દીધી છે જિંદગી તારા હાથોમાં,
હવે તો જે થાય તે તારી જ મરજી જોઈએ.
તું જ મારો પ્રેમ છે, તું જ મારી બંદગી છે,
વેદનાની જિંદગનેી તો બસ તારી જ આશિકી જોઈએ
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો.🌹