મેલું હેલમેટ
આ હેલમેટ નામ તો બધાંએ સાભળ્યું છે, પણ પહેરવાંમા માણસને બોવ આળસ આવે. પરંતુ એક વાત યાદ રાખવી કે અસુરક્ષિત જગ્યાઓએ આપણાં માથાની સુરક્ષા આ એક હેલમેટ કરે છે.
હમણાં જ મારી કંપનીમા એક પ્લાટનુ શટડાઉન પુરુ થયું, બધાં જ લોકો પોત પોતાના કામમાં વ્યસ્ત, કોઈ પાસે ફાલતું વાતો કરવાનો સમય જ નહીં. દિવસ રાત ૨૪ કલાક હજારોની સંખ્યામાં કામદારો, સુપરવાઇઝરો, એંજીનીયરો, લીડરો કામ કરતા હોય છે. પ્લાન્ટની મશીનરીઓના રીપેરીંગ માટે અસંખ્ય સ્કેફોલ્ડિંગો ઉચી ઈમારતોની જેમ બનાવવામાં આવ્યા હોય છે, જેના ઉપર ચડીને માણસો સહીસલામત કામ કરી શકતાં હોય છે. અંદાજે ૩૦-૪૦ મીટર ઉચા સ્કેફોલ્ડિંગો અસંખ્ય લોખડનાં પાઈપલાઈનોને જોડીને બનાવવામાં આવ્યા હોય છે. એ માટે વિશિષ્ટ અને સરટીફાઇ સાધનો સાથે સ્કીલ્ડ મેનપાવરનો ઉપયોગ કરવામાં આવે છે. જો આમ ન કરવામાં આવે તો સ્કેફોલ્ડિંગો ધડાગ પડીને મોટો અકસ્માત થઈ શકે છે. આ સ્કેફોલ્ડિંગો જગ્યાના અભાવને લીઘે એટલા જટીલ, સીમીત અને નાની જગ્યાઓને કવર કરીને બનાવવામાં આવ્યા હોય છે કે એક બે માણસો તો માડ પસાર થઇ શકે.
આવી જગ્યાઓએ કામ કરવું કોઈ દિવસ સરળ હોતું નથી. પોતાની સુરક્ષા કરવી ખૂબ અઘરી બની જતી હોય છે. આવી જગ્યાઓએ કામ કરવું મારે પણ ખૂબ અઘરું સાબીત થયું છે. પણ એક હેલમેટે મને ઘણી વાર સુરક્ષા આપીને બચાવ્યો છે. સીમીત જગ્યાઓના લીધે સ્કેફોલ્ડિંગના પાઈપો બહાર, નીચે કે સાઈડમાં નીકળેલા હોય છે. એટલે ઘણી વાર કામ કરતી વખતે એ પાઈપો જોઈ નથી શકાતા અને એ પાઈપો સાથે માથું ધડાગ કરીને ભટકાતું હોય છે. આથી એ સમયે એક હેલમેટ જ મારાં માથાને સુરક્ષા આપી છે.
હવે આ હેલમેટને જોવ તો એ ખૂબ મેલું થઈ ગયું હોય છે. સાથે સાથે એના પર પડેલા અસંખ્ય ઘાવોના નિશાન મને દેખાય છે અને એ સાબીતી આપે છે કે મારા માથાના ભાગને એણે સુરક્ષા પ્રદાન કરી છે. એટલે જ હવે નવરો પડીને મેં આ સુરક્ષાદાયી હેલમેટને સ્વચ્છ કર્યુ છે.
આભાર મેલું હેલમેટ.
મનોજ નાવડીયા.