ફરિયાદ કરી મેં પ્રભુ પાસે કે
હે પ્રભુ કંઈક કરો
મારું નસીબ બહુ ખરાબ છે ?
ત્યારે પ્રભુએ મને જવાબ આપ્યો,
કે, તારા પહેલાં આવી જ એક ફરિયાદ
તારું નસીબ મને કરી ગયું છે, એણે મને કહ્યું કે,
હે પ્રભુ, મને ઉગારો
હું ખોટા વ્યક્તિ પાસે
પહોંચી ગયું છું, કેમકે
એ વ્યક્તિ તો ચોવીસે કલાક
મને કોસ્યા સિવાય
"બીજું કંઈ જ નથી કરતો"
- Shailesh Joshi