કેસરની ક્યારી રક્તથી રંગાઈ, જોવો કાશ્મીર,
ધર્મ પૂછી ગોળીઓ ધરબાઇ, જોવો કાશ્મીર.
કાયરતાના શ્રુંગાર કરી હેવાનિયતનું નૃત્ય થયું,
દેશમાં ગોળીની અવાજ પડધાય, જોવો કાશ્મીર.
દાંમ્પત્ય જીવનના હજુ તો દિવસ થયા હતા ચાર,
કંગન તૂટવાની અવાજ સંભળાય, જોવો કાશ્મીર.
એમ સરહદ પાર કરી આવવું ક્યાં સહેલું રહ્યું હસે!
તપાસ કરો ઘરમાં હેવાન સંઘરાય, જોવો કાશ્મીર.
કહેતી હતી સરકાર કે તોડી નાખી કમર નોટબંધીથી,
એ તૂટેલી કમરે બંદૂક કેમ પકડાય? જોવો કાશ્મીર.
મનોજ મને ગંધ અંદરના ષડયંત્રની આવી રહી છે,
કયો દેશનો નેતા હવે ખૂનથી નાહી, જોવો કાશ્મીર.
મનોજ સંતોકી માનસ