મન મઝલીસ
થોડું થોડું મન રોજ ઘુંટાયને મરતુ જાય છે.
પ્રેમ નામનુ પંખી ઝુરાયને થથરતુ જાય છે.
તાનાશાહી જોહુકમી એલફેલ કવેણો જ,
સાંભળીને કાન બહેરાશે વળતુ જાય છે.
શુ હવા મહેલો જ હોતા હશે સૌ પ્રેમ નામે ?
કશુંક કિલ થૈ ખુચાયને હૈયુ ચિરતુ જાય છે.
આવો માણસ હતો નહી મે જે જાણ્યો તો,
શબ્દે શબ્દે ઝેર આપી આતમ બળતુ જાય છે.
આટલી હદે કોઈ કેમ બદલાય કેમ રંગ ફેરતા,
નિધી માણસ પારખ આયખું ઓલાતુ જાય છે.
- નિધી
- Nimu Chauhan nihan