“હું ના રહું તો”
હું ના રહું તો
મારી કવિતાઓ વાંચીને જ
મારૂ પીંડદાન કરજો.
હું ના રહું તો
મારા ફોટા પાસે
મારા કાવ્યોના
પુસ્તકો મૂકજો.
હું ના રહું તો
મૌનીને બદલે વધુ
બોલીને શબ્દોથી જ
મારા આત્માને
શાંતિ આપજો.
હું ના રહું તો
મારા કાવ્યોના
પુસ્તક ખોલીને વાંચજો
કદાચ દરેક પાને
હું તમને મળી જઈશ..
હું ના રહું તો
શબ્દોથી જ મને
શ્રધ્ધાંજલિ આપજો
આપોઆપ મારું શ્રાધ્ધ
થયેલું ગણાશે.
હું ના રહું તો
મારા લખેલા શબ્દોના
દીપ વાંચીને પ્રગટાવજો,
કોને ખબર એમાંથી
કોઈને સાંત્વનાના બે
શબ્દો મળી જશે તો
ખરાં અર્થમાં
મારા આત્માને
શાંતિ મળશે.
– પ્રિયંકા સોની
🙏🏻
- Umakant