અમને સાંભરે
આવ્યા સંતાનને ભણાવવા બહાર શહેર
નવા ઘરે અમને ઘર અમારું સાંભરે રે...
આંગણાનો એ તુલસીનો ક્યારો ને
સવારે ને સાંજે આંગણેથી
દેખાતી સૂરજની એ સુંદર શોભા
અમને સાંભરે રે...........
કબૂતર,હોલા,બુલબુલ,ટીટોડી ને મોર
મીઠા સૂરે ગાતા દરજીડો ને ફૂલસુંઘણી
એ સૌ અમને સાંભરે રે...........
દોડમ દોડમ કરતી કેવી એ ખિસકોલી
મીઠડું બોલતી કોયલડીના એ કૂંજન
અમને સાંભરે રે............
નવી સોસાયટી ને જાણે નવા સૌ લોકો
સાથ નિભાવતા નાના મોટા સૌ મિત્રો
અમને સાંભરે રે............
સવારે સાંજે સાથે મળતા સૌ મિત્રો
ભેગા મળતા લાગતી હળવાશ એ
મિત્રો અમને સાંભરે રે..........
રહીએ વ્યસ્ત ને મનાવી લઇએ મન ,
તોય વાતે વાતે હૈયે આવી જાય યાદ
એ ઘર અમને સાંભરે રે.............
મધૂર મધૂર મહેકતી મધુમાલતી
ખીલતી બારેમાસ રંગબેરંગી બારમાસી
અમને સાંભરે રે............
અમારા એ ઝાઝેરા વૃક્ષોની યાદ ને
લીલીછમ બોરસલી ની એ ઠંડી છાય
અમને સાંભરે રે............
રંગબેરંગી કરણ, ચંપો ને ટગર
ઈઝરાયેલી જાસૂદ ને વેલના મોટા એ
ફૂલ અમને સાંભરે રે.........
ઓફિસ ટાઇમના વિવિધ રંગીન ફૂલોને
અડતા લજવાતી એ લજામણી"પુષ્પ"
એ અમને સાંભરે રે.............
સવારના પંખીઓના સૂરને તેમની મસ્તી
સાંજે માળે બેસી કરતા પ્રભુનું સ્મરણ
એ બધું અમને સાંભરે રે............
જય માતાજી: પુષ્પા એસ ઠાકોર