આંખોમાં સપનાં તારાં, હૃદયમાં વાતો મારી
એક અજીબ પ્રણય છે મારો રાતોની રાતો તારી
શબ્દોની સીમાઓથી પરે, લાગણીઓની ભાષા,
મૌનની થતી વાતો તારી આંખોની આશા મારી.
નથી કોઈ બંધન તારું, નથી કોઈ અપેક્ષા મારી.
બસ એક લાગણી તારી, અનોખી મહેકશા મારી
રાતની શાંતિમાં તું આવે, ચાંદનીની સાક્ષીએ,
હૃદયના તાર જોડાય આપણાં એકબીજાની રાહે.
આ પ્રણય અજીબ છે, દુનિયાથી અજાણ,
બસ બે હૃદય જાણે, આ પ્રેમ કેરી ભાષા,
અંતરની વાતો તારી, આંખોના ઈશારા મારાં
આ પ્રેમના રસ્તા છે દુનિયાથી સાવ ન્યારા.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹