ઢીંગલી આવી, ઓ મારી ઢીંગલી આવી,
રૂડીરૂપાળી ગીતો ગાતી રમતી આવી,
હસ્તા મુખે આવી, એ રડતા મુખે આવી,
આંખો ખોલીને જગને નિહાળવા આવી,
મધુર અવાજે આવી, ઓ મારી ઢીંગલી આવી,
પગને આભમા હલાવતી ડોલાવતી આવી,
પ્રેમ ભરીને લાવી, એ સ્નેહ ભરીને લાવી,
સુખના ઝરણાંને સ્વર્ગથી ધરા પર લઈ આવી,
દીકરી આવી, ઓ મારી ઢીંગલી આવી,
અતૂટ પ્રેમનું સર્જન કરવા ઘરે આવી.
મનોજ નાવડીયા