સંધ્યા
શહેરની સંધ્યા પણ લાગે સોહામણી,
ઊંચી ઇમારતો પરથી,
નિહાળી સંધ્યા મેં તુજને!
શહેરની સંધ્યા.......
આથમણે રૂડો કેસરિયો પ્રકાશ પથરાયો,
છાઈ રહ્યો ધીરે ધીરે અંધકાર ને,
થઈ રહ્યો વીજળીનો પ્રકાશ!
શહેરની સંધ્યા...........
બહુમાળી ઇમારતો પર લગાવેલી ટીવીની ડીસ
ઊંચેથી લાગતી કેવી,
આકાશ ને આંબતી એ ડીસ!
શહેરની સંધ્યા........
શહેરમાં પણ દેખાય જોવો ધબકતુ ગામડું,
ઘેટા, બકરાને ગાયોના વાડા,
દોવે દૂધણાને સંગ ધાવે રે વાછડા!
શહેરની સંધ્યા..........
ઢળતી સંધ્યાએ થાતી વાહનોની લાંબી કતાર,
સાંજે ભરાતી વિવિધ બજાર,
માનવ મહેરામણ ના કેવા મેળા ભરાય!
શહેરની સંધ્યા........
ઊંચી ઇમારતો વચ્ચે સંભળાયા મીઠા રે સૂર,
ભજન રામ,કૃષ્ણના ને,
વડીલોના સત્સંગના સૂર
શહેરની સંધ્યા..........
જય શ્રી કૃષ્ણ 🙏