વિશ્વ સ્થૂળતા દિવસ (4 માર્ચ)
ના તારી મારી, સ્થૂળતા છે સમસ્યા સૌની મોટી,
મેદસ્વિતા સાથે આવે, બીજી બીમારીઓ મોટી.
આળસુ સ્વભાવ ‘ને હોય ઉપરથી બેઠાડું જીવન,
હાથે કરવાના કામ બધાં હવે કરતા થયા મશીન.
બાળપણમાં ગોળ મટોળ ગુલાબી ચહેરા લાગે સૌને વહાલા,
એજ ઢમઢોલ શરીરનો ભાર તમને કરાવે પછી દવલા.
ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ ‘ને સાંધાના રોગોની જનની,
મેદસ્વિતાને દૂર કરવા માટે કસરત જ છે છેલ્લે કામની.
શરીર ઉતારીને જ જંપીશ, મનમાં રાખો સંકલ્પ દ્રઢ,
સવાર- સાંજ જીમમાં જઈને શરીર બનાવવું છે સુદ્રઢ.
ચાવી ચાવી ખાવો અને જમ્યા પછી પાણી ના પીવો,
અનિયમિત દિનચર્યા ટાળી જીવનમાં નિયમિતતા લાવો.
ફાસ્ટ ફૂડ ‘ને હોટલમાં ખાવાની ખરાબ આદતોને છોડો,
લીલા શાકભાજી, ફ્રુટ ‘ને ઘરની ગરમ રસોઈ સાથે નાતો જોડો.
રોજ સવારે કસરત સાથે ચાલવું, દોડવું, તરવું કે રમવું,
શરીરને નીરોગી રાખવા માટે આ બધું નિત્ય કરવું.
-ભારતી ભંડેરી “અંશુ”, અમદાવાદ.
- Umakant