જિંદગી જીવી જાણો/ રાજેન્દ્ર શાહ
( ગુજરાતી સુવિચાર- ગુજરાતી Facebook)
લાંબી આ સફરમાં જિંદગીના ઘણાં રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો છો? સાથી તો અમેય ખોયા છે.
આપ કહો છો આમને શું દુ:ખ છે? આ તો સદા હસે છે,
અરે આપ શું જાણો, આ સ્મિતમાં કેટલા દુ:ખ વસે છે.
મંઝિલ સુધી ના પહોંચ્યા તમે, એ વાતથી દુ:ખી છો ?
અરે ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો તમે સુખી છો.
આપને ફરિયાદ છે કે,કોઇને તમારા વિષે સૂઝ્યું નથી,
અરે અમને “તો કેમ છો ?” એટલું યે કોઇએ પૂછ્યું નથી.
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો ?
આ જિંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?
આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો, કોઇ જ નથી,
એક આંખ તો બતાવો મને, જે ક્યારેય રોઇ નથી?
બસ એટલું જ કહેવું છે,
જિંદગીની દરેક ક્ષણ દિલથી માણો.
નશીબથી મળી છે જિંદગી, તો એને જીવી જાણો.
સૌજન્ય: સં. હસમુખ ગોહીલ
🙏
- Umakant