" હૈયા કેરી વાત "
હૈયા કેરી વાત ના ધરબી રાખશો દિલ મહીં.
કરો ચર્ચા મિત્રો, થોડી કહી થોડી અનકહી.
બની જશે નાસુર દબાવી રાખશો દિલ મહીં.
થાશે અફસોસ પછી, સમો જાશે જો વહી.
દિલાસો મળશે, કાં તો મળશે સલાહ જરૂર,
હરેક સમસ્યાનો સચોટ ઉકેલ મળશે અહીં.
ખોલી નાખજો દિલ, મિત્રો આગળ બેધડક,
હર એક સવાલ માટે મિત્ર જ છે ઉત્તરવહી.
ખોલવું પડે દિલ અગર જો ઓજારથી "વ્યોમ"
ત્યારે કહેતા નહીં કે, મિત્રને કેમ કશું કહ્યું નહીં?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.