ભાઈ-બેનની જોડી
આભે શોભે તારલાની જોડી,
એવી રૂડી ને રૂપાળી અમ ભાઈ-બેનની જોડી.
મેં તો વાત વાતમાં લીધા રિસામણા,
મારા ભાઈએ ઘડીભરમાં કર્યા મનામણા.
એની વાતો કરતા હોઠે સ્મિત આવી જાય છે.
આંખોના પાણી તો અમથા અમથા વહી જાય છે.
ખુશી મને મળે ને હૈયા એના હરખાય,
દુઃખ એને પડે ને આંખો મારી ભીંજાય.
આભે શોભે...
મારો ભઈલો દૂર શેરમાં જઈ વસેલો,
શશી સંગાથ મેં પ્રેમ સંદેશ મોકલેલો.
દિવસ-રાત યાદ કરું છું.
ફોન નથી કર્યા ની ફરિયાદ કરું છું.
મીઠુડો ઝઘડો ને અટકી ગયા એના વેણ,
વાત કરતા કરતા છલકી ગયા બંને તરફ નેણ.
આભે શોભે...
-રવિના મોરાસિયા