https://youtube.com/shorts/ck_e5CjBKqU?si=LhBjdOCbqyoVqxdb
હું ગરવી ગુજરાતણ
ગુજરાતી શ્વાસોમાં રમે, ગુજરાતી નસોમાં વહે,
ગુજરાતી તનમાં મનમાં, ગુજરાતી ઉરમાં સૂરમાં,
ગુજરાતી તેજ ધરિતા, ગુજરાતી ભાવ સરિતા,
માતૃભાષાને કરું વંદન, હું ગરવી ગુજરાતણ !!
ગુજરાતી મહીની પ્રીતિમાં, નર્મદા તાપીની શક્તિમાં,
ગુજરાતી સાગરની ગુંજમાં, ગિરનારી ભક્તિપૂંજમાં,
ગુજરાતી સંતોની વાણીમાં, દુહાઓની રસલહાણીમાં,
માતૃભાષાને કરું વંદન, હું ગરવી ગુજરાતણ !!
ગુજરાતી કવિઓનાં સર્જનમાં, લોકગીતોનાં દર્પણમાં,
ગુજરાતી ગમ્મત ઘમાસાન, શાણપની અખૂટ ખાણ,
ગુજરાતી સ્વાદનાં પ્રેમમાં, વાનગીઓની રેલમછેલમાં,
માતૃભાષાને કરું વંદન, હું ગરવી ગુજરાતણ !!
ગુજરાતી શ્વાસોમાં રમે, ગુજરાતી નસોમાં વહે,
ગુજરાતી તનમાં મનમાં, ગુજરાતી ઉરમાં સૂરમાં,
ગુજરાતી તેજ ધરિતા, ગુજરાતી ભાવ સરિતા,
માતૃભાષાને કરું વંદન, હું ગરવી ગુજરાતણ !!
- વનિતા ઠક્કર (૨૧-૦૨-૨૦૨૫) ©️®️
#vanitathakkar #omkaarswarvihar #gujarati #gujarat #motherlanguageday #motherlanguage #gujaratipoem #gujaratipoetry