આલિંગન દિવસ (Hug Day)
હોય પ્રિયજન નિરાશ ક્યારેક,
ને ભેટી રહીએ થોડી વાર એને,
એ જ બની જાય આલિંગન દિવસ!
આવે પ્રસંગ નાનકડી ખુશીનો,
કે આવે કોઈ મોટો પ્રસંગ ઘરનો,
વડીલોનો સ્નેહભર્યો હાથ માથે,
નથી કમ કોઈ આલિંગનથી!
લાગતો ભલે રિવાજ ખોટો પશ્ચિમનો,
મળતાં જ ભેટે એઓ એકબીજાને!
પણ ખરેખર બની જાય એ મુલાકાત,
ઉષ્માભરી મુલાકાત એકમેકની!
પતિ પત્ની નું હોય કે ભાઈ બહેનનું,
કોઈ આલિંગન ન આવે એની તોલે,
મળ્યું જે જન્મતાંવેંત માની પાસે!