સમય શીખવાડે છે ઘણું,
યાદ અપાવે છે ઘણું,
કેટલુંક હળવે હળવે,
ભૂલાવી જાય છે ઘણું,
કાંટાળા રસ્તાઓ પર,
ચાલતા શીખવાડે છે ઘણું,
થાકે છે પગ જીવનમાં,
ત્યારે દોડાવે છે ઘણું,
આંસુઓની ભાષા સમજી,
મૌન બની સમજાવે છે ઘણું,
જે સમજે એને સાચે જ,
એજ તો જીવડાવે છે ઘણું.
— મનોજ નાવડીયા