...." પધરામણી વસંતની "*
ગુંજી રહ્યું છે હૃદયમાં એવું તો મધુકરનું ગુંજન;
પતંગિયાંએ ભરી લીધું છે આલિંગનમાં સુમન;
શીતળતાની મહેક સાથે સાથે મંદ મંદ ગતિથી!
રાગ કોઈ છેડી રહ્યો છે, આજ વાસંતી પવન;
પ્રભાતે ચોમેર છવાતું ધુમ્મસ પણ એવું લાગે છે,
જાણે કે ધરતીને મળવા ઉતરી આવ્યું છે ગગન;
સવારે પડતી શબનમે પણ એવાં સજાવ્યા સાજ,
કે ચમકી રહ્યું છે કિરણોથી હિરા જડિત ઉપવન;
લાગી રહ્યું છે થઈ રહી છે પધરામણી વસંતની,
હરખાઈ રહ્યું છે મન ને "વ્યોમ" નાચી ઊઠ્યું તન;
નામ:- ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.