સુર્ય વંદના.
હે ભગવાન સુરજ નારાયણ રોજ
આકાશ માં તમે અખંડ ઉદય થઇને જ્યોતની
જળહળાટ કરતાં પ્રકાશ પાથરો છો અને એ
અખંડ જળહળે છે કારણ સુરજ આથમતો નથી.
પણ પૃથ્વી ના બીજા અડધા ગોળા ઉપર
અજવાળું કરતાં એમની હાજરી ત્યાં હોય છે.
સૂર્યોદય સમયે આકાશની શોભા અનેરી
હોય છે, અને આપની નજર પડતાં જ અમારા
સઘળા પાપોનો નાશ થાય છે.
હે ભક્તજનો રોજ આપની સ્તુતિ વંદના ને
ભાવપૂર્વક નમન કરે છે. તે ભક્તો આપને પરમ
પ્રિય હોય છે અને આપની અમી નજરથી સદાય
તેમનું કલ્યાણ થાય છે.
આપને મારા નિત્ય વંદન છે.
🙏. 🙏. 🙏
- Umakant